Damanganga Times.

Damanganga Times.

October 10, 2026

વાપી પબ્લિક સ્કૂલમાં નેશનલ બોયઝ રગ્બી ટુર્નામેન્ટનો પ્રારંભ

વાપી પબ્લિક સ્કૂલમાં નેશનલ બોયઝ રગ્બી ટુર્નામેન્ટનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ  વાપી પબ્લિક સ્કૂલ, વટાર ખાતે ૭મી ઘ્ત્લ્ઘ્ચ્ નેશનલ ગેમ્સ ઍન્ડ સ્પોર્ટ્સ – ૨૦૨૬ અંતર્ગત બોયઝ રગ્બી ટુર્નામેન્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ વાતાવરણમાં યોજાયો હતો. ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી આવેલા ૨૦૦થી વધુ ખેલાડીઓ, મેનેજરો અને કોચોઍ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, ઝ઼ક્કલ્ભ્ બી. ઍન. દવે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ ઍસોસિઍશન, વલસાડનાં પ્રતિનિધિ મિત્તલ ધાકડા,  તથા વાપી પબ્લિક સ્કૂલનાં ડિરેક્ટર અને સિનિયર પ્રિન્સિપાલ અલ્પા કોટડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. સમારોહના વિશેષ આકર્ષણરૂપે વાપી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને લોકનૃત્યોને ઉજાગર કરતી સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, ઉત્સાહ અને ગુજરાતની સંસ્કૃતિની ઝલકથી ઉપસ્થિત મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા અને તેમણે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
તમામ મહાનુભાવોઍ ખેલાડીઓને સંબોધિત કરીને રમતગમતમાં શિસ્ત, સમર્પણ, ટીમવર્ક, પરસ્પર સન્માન અને ખેલદિલી સાથે જીત અને હાર બંનેને હકારાત્મક રીતે સ્વીકારીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તથા રમતગમત દ્વારા જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રા કરવા માટે પ્રેરિત કર્યા હતા. મહાનુભાવોઍ આટલા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવના સફળ આયોજન માટે વાપી પબ્લિક સ્કૂલની વ્યવસ્થા, આયોજનશક્તિ અને મહેમાનો તથા ખેલાડીઓ માટે કરવામાં આવેલી સુદૃઢ તૈયારીઓની પ્રશંસા કરી હતી. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહે રમતગમતની સાથે સાંસ્કૃતિક ઍકતા, શિસ્ત અને રાષ્ટ્રીય ભાવનાનો સુંદર સંદેશ આપ્યો હતો. ૭મી ઘ્ત્લ્ઘ્ચ્ નેશનલ ગેમ્સ ઍન્ડ સ્પોર્ટ્સ – ૨૦૨૬ ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવા, નવી મિત્રતા કેળવવા અને રમતગમતની સાચી ભાવનાને આત્મસાત્ કરવાનો યાદગાર અવસર બની રહે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.