સરીગામમાં કાપડની થેલીઓનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃ સરીગામ ઞ્ત્ઝ઼ઘ્ના હાર્ટ બજારમાં શુભ સિન્થેટિક કંપની, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન, સરીગામ નોટિફાઇડ બોર્ડ, ઘ્ચ્વ્ભ્ તથા સરીગામ ઞ્ત્ઝ઼ઘ્ના સંયુક્ત ઉપક્રમે ૪૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું.
શુભ સિન્થેટિકના સંચાલક સજ્જનભાઈ મુરારકા તથા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં આશરે ૪,૮૦૦ કાપડની થેલીઓનું વિતરણ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્ના છે. કાર્યક્રમમાં જ્ત્ખ્ પ્રમુખ નિર્મલ દુધાની, નોટિફાઇડ બોર્ડ ચેરમેન દિલીપભાઈ ભંડારી, ઉદ્યોગપતિ દામોદર પારેખ, શેખર આરેકર તથા ઝ઼ઞ્સ્ઘ્ન્ સરીગામના નાયબ ઇજનેર ઍમ.જે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. પર્યાવરણ બચાવોના સંદેશ સાથે કરાયેલી આ પહેલને ઉપસ્થિત લોકોઍ આવકારી હતી.
