Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

ઝરોલીમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ઝરોલીમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૮ ઃઉમરગામ તાલુકાના ઝરોલી ગામમાં આવેલી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રામ સેના, ગુજરાત નિદાન કેમ્પ યોજાયો હતો. ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રામ સેના, ગુજરાત રાજ્યે મળીને આ કેમ્પનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકોઍ પોતાની આરોગ્ય તપાસ કરાવી. આ કેમ્પમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર હાજર રહ્ના હતા. શ્રીરામ સેનાના રાષ્ટ્રીય સચિવ મયુર વખારિયા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્ના.આરોગ્ય કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારની તપાસ અને નિદાન સેવાઓ અપાઈ હતી. જરૂરિયાતમંદ લોકોને ડોક્ટરી સલાહ પણ મળી. કુલ ૪૦૦ જેટલા લોકોઍ આ કેમ્પનો લાભલીધો.
આવા આરોગ્ય કેમ્પથી ગામડાના લોકોને ઘર નજીક જ આરોગ્ય તપાસ અને નિષ્ણાત ડોક્ટરોની સલાહ મળે છે.