Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

વલસાડ રેલવે સ્ટેશનેથી મોબાઈલ ચોરાયો

વલસાડ રેલવે સ્ટેશનેથી મોબાઈલ ચોરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ  વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ પર ટ્રેનમાં ચડતી વખતે પેસેન્જરોની ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમે મુસાફરનો મોબાઈલ ચોરી કરી નાસી જવાની ઘટના બની છે. ફરિયાદી અજયભાઈ સુરેશભાઈ જાતે-પટેલ (ઉ.વ.૪૮, ધંધો-પ્રાઈવેટ કંપનીમાં નોકરી, રહે. ઘર નં-૧૧, અંબા જી નગર, અબ્રામા, વલસાડ) ઍ ધરમપુર ચોકડી પાસે આવેલ નાઈટ્રેસ કંપનીમાં નોકરી કરે છે. તેઓ આજરોજ વલસાડથી સુરત જવા માટે જનરલ કોચની ટિકિટ લઈ પ્લેટફોર્મ નં.૧ પર કલાક ૮/૦૫ વાગ્યે આવેલ ટ્રેન નં.૨૭૧૮ રાજકોટ ઍક્સપ્રેસ ટ્રેન  કલાક ૮ઃ૪૦ વાગ્યે આવતા તેના પાછળના જનરલ કોચમાં ચડી ગયા હતા. ભીડ વધુ હોવાથી તેમણે પહેરેલ પેન્ટના જમણી તરફના ખિસ્સામાં મૂકેલો મોબાઈલ કાઢવા જતા જણાયો નહિ. તપાસ કરતા મોબાઈલ મળ્યો નહિ અને ચોરી થયાની જાણ થઈ હતી. ચોરીમાં ગયેલ મોબાઈલ વીવો કંપનીનો ળ્૨૮ મોડેલ, આંબુડીયા કલરનો હતો, જેની કિંમત રૂ.૧૫૫૦૦ છે.  
આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.