વાપી વીઆઈઍમાં બેદિવસીય ઔદ્યોગિક સુરક્ષા અને પર્યાવરણ અંગે સેમીનાર યો
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા ઔદ્યોગિક સુરક્ષા, ઝેરી વાયુઓનું ઍર મોનિટરિંગ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ૧૦ અને ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૯ વાગ્યાથી મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારમાં પર્યાવરણ સંરક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ, ઔદ્યોગિક સુરક્ષા, ફાયર સફટી, ઝેરી વાયુઓની શોધ, કામદારો અને નાગરિકોના સ્વાસ્થ્ય તેમજ કેમિકલ, ફાર્મા અને ઍગ્રોકેમિકલ ઉદ્યોગોના વિકાસ જેવા મહત્વના વિષયો પર ચર્ચા થશે. બીજા દિવસે ડીપ સી ડિસ્ચાર્જ નોર્મ્સ, નિકાસ વૃદ્ધિ અને ઔદ્યોગિકીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સેમિનારમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કનુભાઈ દેસાઈ અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેશે.
ઍસોસિઍશન દ્વારા ઉદ્યોગના સભ્યો, ડિરેક્ટરો, ભાગીદારો અને સિનિયર મેનેજરોને સેમિનારમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
