Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

તિથલમાં પોલીસે છાપો મારતાં ૬ જુગારીયાઅો રંગેહાથ ઝડપાયા

તિથલમાં પોલીસે છાપો મારતાં ૬ જુગારીયાઅો રંગેહાથ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વલસાડ સીટી પોલીસે બાતમી આધારે તિથલ રોડ પર આવેલા અમીધારા ઍપાર્ટમેન્ટના ઍક ફલેટમાં જુગાર ચાલતું હોવાની બાતમી આધારે  પોલીસે છાપો મારતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે દાવ પર  અને આરોપીઓની અંગઝડતી કરતા રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨,૫૩,૫૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.  વલસાડ સીટી પોલીસને બાતમીદાર  બાતમી મળી હતી કે, તિથલ રોડ સ્થિત હેપ્પીનેશની સામેની ગલીમાં આવેલા અમીધારા ઍપાર્ટમેન્ટના ફલેટ નંબર ૬૦૧માં મનસુખભાઈ ઠાકરશીભાઈ કાલાવાડીયા પોતાના આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમાડી રહ્ના છે. બાતમીના આધારે પોલીસે જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખી ફલેટ પર છાપો મારતા  
મનસુખભાઈ ઠાકરશીભાઈ કાલાવાડીયા (રહે. અમીધારા ઍપાર્ટમેન્ટ, તિથલ રોડ, વલસાડ, જયેશભાઈ ગંગદાસ ઘરસંડીયા રહે. લક્ષ્મી ઍપાર્ટમેન્ટ, ધરમપુર,  હરેશકુમાર મગનલાલ વાછાણી રહે. સીટી પોઈન્ટ ઍપાર્ટમેન્ટ, અબ્રામા, વલસાડ,  જયેશભાઈ ગોકળભાઈ કુંભાણી રહે. સાંઈ ઍવન્યુ, સીનેપાર્ક પાસે, પારનેરા, બંકિમભાઈ જવાહરલાલ શાહ રહે. અમરદીપ ઍપાર્ટમેન્ટ, વી.પી. રોડ, વલસાડ જેશાભાઈ રામાભાઈ આહિર રહે. વાલીયા ફળીયા, અબ્રામા, વલસાડ પોલીસે ઘટનાસ્થળેથી દાવ પર રાખેલી રોકડ રકમ ૩૦,૦૦૦ આરોપીઓની અંગઝડતી કરતા  રોકડ ૧,૩૩,૫૫૦  રૂપિયા ૬ નંગ મોબાઈલ ફોન (કિંમત ૯૦,૦૦૦ તેમજ ગંજીપાના મળી કુલ ૨,૫૩,૫૫૦  નો  મુદ્દામાલ જ કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ  ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.