Damanganga Times.

Damanganga Times.

October 09, 2026

ચીખલી, ધરમપુરમાં કોîગી અગ્રણીઓની અટકાયત : આહવામાં પણ પ્રદર્શનો

ચીખલી, ધરમપુરમાં કોîગી અગ્રણીઓની અટકાયત : આહવામાં પણ પ્રદર્શનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, ચીખલી, આહવા, તા. ૦૮ ઃ   દિલ્હીમાં કોîગ્રેસ દ્વારા મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સહિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરઍસઍસના વડા મોહન ભાગવત સામે દેશમાં વોટ ચોરી થકી દેશને હાઈજેક કરવાના  અને ઍના ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી સાથે મુખ્ય ચુંટણી કમિશ્નરના રાજીનામાની માંગ અને છેલ્લા ત્રણ દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્ના છે. ત્યારે કોîગ્રેસના આ વિરોધનો વંટોળ હવે દક્ષિણ ગુજરાત વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં પહોચ્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુરથી પ્રા માહિતી પ્રમાણે ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમારના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણાં-પ્રદર્શન યોજાયું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ પટેલની આગેવાનીમાં કાર્યકરોઍ ચૂંટણી અધિકારી હાય હાય’ અને ‘વોટ ચોર ગાદી છોડો ના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનમાં તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દેવું મોકાશી, રમેશભાઈ પાડવી, નરેશભાઈ ચૌધરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી મુફીદ પઠાણ, વિનય બારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.સતત સૂત્રોચ્ચાર વચ્ચે ધરમપુર પોલીસનો કાફલો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો હતો. ભ્ત્ નિખિલ ભોયાની ઉપસ્થિતિમાં પોલીસ કર્મચારીઓઍ વિરોધ કરી રહેલા આશરે ૨૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ મથકે લઈ ગયા હતા. બાદમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોઍ ચૂંટણી પ્રક્રિયા અંગે આક્ષેપો સાથે ચૂંટણી અધિકારી જ્ઞાનેશકુમાર સામે વિરોધ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જયારે ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોઍ બગલાદેવ મંદિરથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી.
રેલી દરમિયાન કોંગ્રેસ કાર્યકરોઍ હાથમાં વિવિધ પોસ્ટરો લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ મામલતદાર કચેરી સામે રસ્તા પર બેસીને કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. કાર્યકરોઍ ચક્કાજામ કરી સરકાર અને ચૂંટણી પંચ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા. દરમિયાન પોલીસે ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોને ડિટેન કર્યા હતા. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રભારી અસલમ સાયકલવાલા, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આનંદ પટેલ,કાર્યકારી પ્રમુખ જગદીશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્ના હતા.
તો   ડાંગમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઍક ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન ગાંધી ઉદ્યાન નજીકથી કરવામાં આવ્યુ હતુ. જ્યાં તેમણે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ ભારે નારેબાજી કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે, વિરોધ પક્ષના નેતા મંગળભાઈ ગાવિત તેમજ તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્ના હતા. કોંગ્રેસના આગેવાનોઍ સરકારને  જરુર પડયે ડાંગ જિલ્લામાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી.