વુડામાં પ્લાનિંગ આસિસ્ટન્ટ નિમાયા
- byDamanganga Times
- 09 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)માં વર્ગ-૩ના પ્લાનિંગ આસિસ્ટન્ટ અધિકારી તરીકે ભાર્ગવ પ્રવીણચંદ્ર ગરાસિયાની નિમણૂક કરવામાં આવી છે.
નગર આયોજન અને મૂલ્યાંકન ખાતું, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે ભરતી કરાયેલા વર્ગ-૩ના કુલ ૯૪ જેટલા પ્લાનિંગ આસિસ્ટન્ટ અધિકારીઓના રાજ્યની વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ અન્ય સ્થળોઍ પોસ્ટિંગના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિમણૂક અંતર્ગત વાપી મહાનગરપાલિકા તથા વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) માટે પ્લાનિંગ આસિસ્ટન્ટ અધિકારી તરીકે ભાર્ગવ પ્રવીણચંદ્ર ગરાસિયાની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત પારડી નગરપાલિકા માટે પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે સંકેત કુમાર મનોજભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.
વાપી અને આસપાસના વિસ્તારોમાં શહેરી આયોજન તથા વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ મળવાની દિશામાં આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
