વલસાડ કોમર્સ કોલેજના ઍનઍસઍસ યુનિટ દ્વારા તિથલ બીચ પર સફાઈ કરાઈ
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૬ ઃ શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડના ફલ્લ્ યુનિટ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તિથલ બીચ પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ કેળવવી, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે લોકોમાં જવાબદારીની ભાવના વિકસાવવી તેમજ ફલ્લ્ના વિદ્યાર્થીઓમાં સેવા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન ફલ્લ્ના પ્રોગ્રામ ઓફિસર ઍમ. જી. પટેલ, ડૉ. પારસ શેઠ, ડૉ. નીલમબેન ઇટાળીયા અને ડૉ. સાપનાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વી. આર. ચાંપાનેરીના માર્ગદર્શન અને પ્રેરણાથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ સેવા યજ્ઞમાં આસિસ્ટન્ટ કલેક્ટર ઓફિસર પિયુષભાઈ ગઠાલા તેમજ તેમની ટીમ પણ ઉપસ્થિત રહ્ના હતા. તેમની ઉપસ્થિતિઍ ફલ્લ્ વોલિયન્ટર્સનો ઉત્સાહ વધાર્યો હતો અને વિદ્યાર્થીઓને સમાજસેવા તથા સ્વચ્છતા અંગે વધુ પ્રેરણા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન ફલ્લ્ વોલિયન્ટર્સે ઉત્સાહ, શિસ્ત અને સેવાભાવ સાથે કામગીરી કરી હતી. તિથલ બીચ જેવા જાહેર પર્યટન સ્થળને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સૌઍ સાથે મળીને શ્રમદાન કર્યું હતું.
