નાના વાઘછીપામાં સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ પારદર્શી અને સંવેદનશીલ પ્રશાસનના ધ્યેય સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સેવા સેતુ કાર્યક્રમ ૨.૧ નું આયોજન કરવામાં આવી રહ્નાં છે, જે અંતર્ગત ડી. પી. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, નાનાવાઘછીપા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ફાર્મર રજીસ્ટ્રેશન, આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ ઍક જ સ્થળે ગ્રામજનોને આપવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં મોટાવાઘછીપા, પરવાસા, કચવાલ, નાનાવાઘછીપા, નિમખલ, પંચલાઈ, રાબડી, સામરપાડા, સુખેશ સહિતના ગામોના મોટી સંખ્યામાં લાભાર્થીઓઍ લાભ લીધો હતો.
આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ઍચ ચૌધરી,પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી અધ્યશ પ્રજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યનરેશભાઈ પટેલ રવિન્દ્રભાઈ પટેલ,તાલુકા પંચાયત સભ્ય ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ, દક્ષાબેન પટેલ, વિવેકભાઈ પટેલ મહિન્દ્રભાઈ પટેલ, પૂર્વ સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ,સંગઠન મહામંત્રી જીગ્નેશ ઉદવાડીયા હરીશભાઈ પટેલ, મંત્રી ધવલભાઇ દેસાઈ યુવા મોરચા પ્રમુખ રવિભાઈ પટેલ, પ્રાંત અધિકારી પારડી મામલતદાર, ટી.ડી.ઓ સમાવિષ્ટ ગામના સરપંચ ધીરુભાઈ પટેલ હિમાંગીબેન અલ્પેશભાઈ પટેલ સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્નાં હતા. ગ્રામજનોઍ સરકારના આ અભિગમને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.
