પારડીમાં ભંડારી જ્ઞાતિ મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ શ્રી ભંડારી જ્ઞાતિ મંડળની ૭૯મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી સમાજની માતૃસંસ્થાની વાર્ષિક સાધારણ સભા મંડળના પ્રમુખ ચેતનભાઈ શંકરભાઈ પટેલ તથા વ્યવસ્થાપક કમિટી દ્વારા સાંઈ દર્શન સભાગૃહપારડી ખાતે યોજાઈ હતી.આ સભામાં સભાના પ્રમુખ તરીકે જાણીતા ઉદ્યોગપતિ દીપિનભાઈ અમૃતલાલ જાદવ સેલવાસ, અતિથિ વિશેષ તરીકે સેલવાસ નગરપાલિકા કાઉન્સિલર પ્રતીકકુમાર ડહેલી ગ્રામ પંચાયતના ઉપ પ્રમુખ વૈશાલીબેન તથા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગપતિ હેમંતભાઈ ખેરગામનાઓ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. મુંબઈથી બુહારી સુધીના વિશાળ સંખ્યામાં પધારેલા સમાજના પેટ્ન સભ્યો આજીવન આમંત્રિત સમાજ સુધારક સભ્યઓ, તમામ મંડળના પ્રમુખઓ, હોદ્દેદારઓ, તેજસ્વી તારલાઓ, સમાજનું ગૌરવ અને સર્વે અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે સ્વાગત ગીત રજુ કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સાધારણ સભાની મિનિટ્સનું વાંચન કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ નો ઑડિટ રીપોર્ટ સભ્ય કમલેશભાઈઍ રજૂ કરી સર્વાનુમતે હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત સભાના મહેમાનઓ દ્વારા મંડળની સેવાકીય પ્રવૃત્તિઓ બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓના સેમિનાર, લગ્ન પ્રસંગ, છૂટાછેડાના વિવાદો તેમજ જમીન સંબંધિત તકરારોના નિવારણ બાબતે સમાજે પ્રથમ પ્રયાસ કરી મતભેદનો ઉકેલ લાવવો જોઈઍ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
સમાજના ગૌરવ સમાન તેજસ્વી તારલાઓ, મંડળના હોદ્દેદારો, કમિટી સભ્યો તથા સેવાકીય આગેવાનઓને દીપિનભાઈ જાદવ તરફથી મોમેન્ટો જાહેર કરી દરેક ને સન્માનીત કરવામાં આવ્યાં હતાં. મંડળના પ્રમુખચેતનભાઈ પટેલે સમાજ સુધારણા અંતર્ગત નવા નિયમોની પહેલ કરવા તથા ટૂંક સમયમાં જમીન ખરીદી સમાજના અદ્યતન નવા હોલના નિર્માણ માટે સમાજના દાતાઓને ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે મંડળના ટ્રસ્ટીઓ દિલીપભાઈ, નિલેષભાઈ, ગિરીશભાઈ, જગદીશભાઈઍ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષની જેમ સેવાભાવી બાળાઓ મેસ્વી, સાનવી, માહીની કામગીરીને બિરદાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉપ-પ્રમુખ નેહલભાઈ તથા નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈઍ કર્યું હતું. અંતે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન જાહેર કરવામાં આવ્યો હતો.
