Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

પારડીમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

પારડીમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૬ ઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ પ્રાકૃતિક ખેત પેદાશો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ થાય તે હેતુથી મહત્વપૂર્ણ રાજ્યવ્યાપી આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છેજે અંતર્ગત રાજ્યકક્ષાઍથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય કૃષિ મંત્રીના હસ્તે વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ સંપન્ન થયું હતું. આ રાજ્યવ્યાપી પહેલ અન્વયે આજે વલસાડ જિલ્લાના પારડી ખાતે ખ્ભ્પ્ઘ્ પરિસરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેચાણ કેન્દ્ર કાર્યરત થવાથી આપણા સ્થાનિક ખેડૂત ભાઈ-બહેનોની પ્રાકૃતિક કૃષિ પેદાશોને વધુ વેગ મળશે અને નાગરિકોને શુદ્ધ ઉત્પાદનો સીધા પ્રા થશે પારડીના કોટલાવ ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા સાંસદધવલભાઈ પટેલ અને અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂત પુત્રો સાથે સંવાદ સાધીને આધુનિક ખેતી પદ્ધતિઓ, પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોના ઉત્કર્ષ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આપણા અન્નદાતા આર્થિક રીતે વધુ સદ્ધર અને સમૃદ્ધ બને તે દિશામાં અમારો સતત પ્રયાસ છે બંને સ્થળોઍ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન પટેલ કારવારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ તાલુકા પંચાયતના સભ્ય કીર્તિબેન ભાવનાબેન વગેરે ઉપસ્થિત રહ્ના હતા. ઍમની સાથે પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જુબીન દેસાઈ અશોક પ્રજાપતિ પાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુની બેન ભટ્ટ કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી સદસ્ય સિરીશ પટેલ કિરણ પટેલ અનિતા રાય ભૂમિ પારેખ યુવા પ્રમુખ મેહુલ ભરવાડ મહામંત્રી જેનીલ દેસાઈ ઉપપ્રમુખ હાર્દિક પટેલ જાગૃતીબેન દેસાઈ ઍપીઍમસીના ડાયરેક્ટર ચંદ્રકાંત પટેલ જિલ્લા મંત્રી ભાજપના અંકિતભાઈ પટેલ ચાલીશભાઈ ભંડારી પ્રશાંત દેસાઈ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. ખેડૂતો અને ગ્રામજનો સાથે તાલુકાના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા પ્રગતિ ખેતી અંગે ડુમલાવના ખેડૂત મોહનભાઈઍ જાણકારી આપી હતી. તેઓઍ ઍપીઍમસી ખાતે પ્રગતિ ખેતી થી તૈયાર શાકભાજીનો ડેમો કર્યો હતો જે ડેમો ધવલભાઇઍ નિહાળી હતો. જિલ્લા ખેડૂત તાલીમ ભવનના અધિકારીઓ કર્મચારીઓ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ કર્મચારીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.