વાપીમાં કોîગ્રેસ અધૂરા આરઅોબી પ્રશ્ને શ્રાદ્ધ કરશે
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૬ ઃ વાપીમાં નવા બની રહેલા રેલવે પ્રોજેક્ટની કામગીરી ધીમી ગતિઍ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે વાપી શહેર કોંગ્રેસ દ્વારા અનોખા વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોંગ્રેસ દ્વારા રેલવેની કામગીરીને લઈને પ્રતિકાત્મક રીતે પિતૃ પૂજન શ્રાદ્ધ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ કાર્યક્રમ તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે વાપીના ઝંડા ચોક ખાતે યોજાશે. આ અંગે વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ શાહ દ્વારા આ ચાલી રહેલી રેલવેની નવી કામગીરી ધીમી અને નહિવત દેખાઈ રહી છે, જેના વિરોધમાં આ પ્રતિકાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં જોડાશે.
