Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ગણદેવીમાં બેîકના પૂર્વ મેનેજર સામે રૂ.૬૯.૪૯ લાખની ઉચાપતની ફરિયાદ

ગણદેવીમાં બેîકના પૂર્વ મેનેજર સામે રૂ.૬૯.૪૯ લાખની ઉચાપતની ફરિયાદ


(દમાણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૬ ઃ ગણદેવી સ્થિત ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની શાખાના પૂર્વ મેનેજર, સંજય જાની સામે ગણદેવી અને ખારા અબ્રામાની શાખામાં ફરજ કાળ દરમિયાન કુલ રૂ.૮૩.૭૬ લાખની ઉચાપત અને ગેરરીતિની પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
પોલીસ સૂત્રોના દ્વારા પ્રા માહિતી મુજબ, આરોપી સંજય રસિકલાલ જાની (મૂળ રહે.મહેસાણા અને હાલ રહે. મુકા્તાનંદઍપાર્ટમેન્ટ નુતન સોસાયટી, નવસારી.) બેન્ક મેનેજર તરીકે પોતાની ફરજ કાળમાં સત્તાનો દુરુપયોગ કરીને બેન્ક હેડ ઓફિસના, બેન્ક ખાતામાંથી ખોટી રીતે રકમ ઉપાડી હતી. અને અન્ય ગ્રાહકોનાખાતામાં તેમની જાણ બહાર જમા કરીને ખોટા ઉધાર વાઉચરો બનાવી ઉચાપત કરી હતી.ત્યાર પછી બેંકનાં રેકોર્ડ સાથે છેડછાડ કરીને ગ્રાહકોને રકમ જમા કરાવ્યાના પુરાવા ઊભા કર્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.૦૪/૧૨/૧૭ થી ૧૧/૧૧/૨૦૨૧ દરમિયાન મેનેજરે હેડ ઓફિસના ખાતામાંથી તેમની બેન્કનાં ગ્રાહકોનાં અલગ-અલગ ખાતાઓમાં રકમ ઉધારી હતી.જેનો કુલ રૂ.૮૩.૭૬ લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે ઉચાપત કરી હતી. બેંક નાં ધ્યાનમાં આ, મામલો આવતા બેન્કઍ રકમ જમા કરાવવા દબાણ વધારતા આરોપી મેનેજરે અલગ-અલગ તારીખે મળીને કુલ રૂ.૧૪.૨૭ લાખ જમા કરાવ્યા હતા.
પરંતુ બાકી રૂ.૬૯.૪૯ લાખ જમા નહીં કરાવવાની બેન્ક દ્વારા ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર મામલે બેંકના રેકોર્ડ, ગ્રાહકો ના ખાતા તથા વાઉચરોની તપાસમાં મામલો બહાર આવ્યો હતો. આ, અંગે, બેન્કનાં આઇ.ટી.વિભાગ તરફથી ગણદેવી પોલીસમાં પૂર્વ મેનેજર સંજય જાની સામે ઉચાપત અને ગેરરીતિની ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.