નિલોશી પ્રા. શાળાના આચાર્યઍ ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર
- byDamanganga Times
- 07 October, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૬ : વલસાડ
જીલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામમાં આવેલ એક પ્રાથમિક શાળાના આચાર્યએ આપઘાત કરી લેતાં સમગ્ર શિક્ષણ જગતમાં શોકનું મોજું ફરીવળ્યું છે.
શંકરભાઈ જાધવ નામના આચાર્યએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
આ કરુણ ઘટના મામલે મળતી પ્રાથમિક માહિતી મુજબ, કપરાડા તાલુકાના દિવસી-ટોકરપાડા ગામના રહીશ અને નીલોશીની પ્રાથમિક શાળાના આચાર્ય ૫૩ વર્ષીય શિક્ષક શંકરભાઈ લાલિયાભાઈ જાદવે પોતાના ખેતરમાં આવેલા ઝૂંપડામાં ગળે ફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયુ હતું. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
શંકરભાઈ જાધવે આપઘાત પહેલાં એક સ્યુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. આ નોટમાં તેમણે પોતાના માનસિક તાણ અને કામના ભારણ અંગે વેદના વ્યક્ત કરી છે. ખાસ કરીને શાળાકીય કામગીરી ઉપરાંત સતત વધતી ઓનલાઈન કામગીરીને કારણે તેઓ તણાવ અનુભવતા હોવાનો ઉલ્લેખ હોવાની માહિતી સામે
આવી છે. આ કેસમાં પોલીસને મળેલ
સ્યુસાઈડ નોટમાં આચાર્યએ લખ્યું હતું કે, 'ઓનસાઈન વધુ પડતી કામગીરીથી સતતત તણાવામાં રહીને દિવસો પસાર કરવાનું સહન ન થતાં મેં આવું કર્યું, એમર્મા સતત માનસિક તનાવ સહન કરવો તો કેટલો કરવો, એટલે મેં જાતે નિર્ણય કર્યો છે. એમા કોઈનો વાંક નથી. નથી મારા શિક્ષકો કે મારા પરિવારનો વિપુલ બધા પર ધ્યાન આપજે. PM કરશો નહીં. કાન્તા બાળકો જયાં ભણે છે ત્યાં જ
ભણાવજે. મને માફ કરજે. એક પછી એક કામગીરીનું ભારણ સહન ન થયું. શાળાનું કામ, ચૂંટણીનું કામ સતતત હેરાન થવાથી મેં આ નિર્યણ કર્યો છે.' પોલીસે આ સ્યુસાઈડ નોટને તપાસનો મહત્વપૂર્ણ ભાગ ગણી વધુ ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ આગળ વધારી છે. આ કેસમાં પોલીસ વિભાગ દ્વારા ઘટનાસ્થળ, સ્યુસાઈડ નોટ અને સંબંધિત લોકો પાસેથી મળતી માહિતીના આધારે તપાસ આગળ વધારી છે.
