રાંધા અને ખાનવેલમાં પ્રશાસન આપના દ્વારે કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૦૬ ઃ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવાના હેતુથી ‘સેવા સેતુ કેમ્પ’ અંતર્ગત ‘પ્રશાસન આપના દ્વારે’ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. આ અંતર્ગત મંગળવારે, ૬ ઓક્ટોબરે રાંધા અને ખાનવેલ ગ્રામ પંચાયતો ખાતે સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી વિશેષ કેમ્પ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવાર, નિવાસી નાયબ કલેક્ટર અમિત કુમાર તેમજ વિકાસ અને આયોજન અધિકારી પંકજ પરમાર ઉપસ્થિત રહ્ના હતા. અધિકારીઓઍ ગ્રામજનો સાથે સંવાદ કરી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
કેમ્પ દરમિયાન નાગરિકો તથા પાત્ર લાભાર્થીઓના અરજી ફોર્મ ભરાવી નોંધણી કરવામાં આવી હતી. ઉપરાંત, લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પીઍમ સૂર્ય ઘર, પીઍમ સ્વનિધિ, વીબી-જી રામ જી, લખપતિ દીદી અને પીઍમ કિસાન સન્માન નિધિ સહિતની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રામજનોઍ પ્રશાસનની આ જનહિતકારી પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ સીધી ગામડાં સુધી પહોંચી રહી છે.
