અબ્રામાના સગીરનો ટ્રેન આગળ પડતું મુકી આપઘાત
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૬ ઃ વલસાડના અબ્રામા રામનગરમાં રહેતો અને ધોરણ ૧૧ માં ભણતો ૧૭ વર્ષીય સગીર યુવકે આજરોજ વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર સાથે શોખની કાલી મા ફેલાઈ ગઈ છે.
વલસાડ શહેરના અબ્રામા રામનગરમાં સોહીલ દીપકભાઈ ઠાકુર ઉં. વ. ૧૭ રહે છે. સોહીલ ઠાકુર વલસાડ શહેરની શાળામાં ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરે છે. આજ રોજ સવારે ૧૧ કલાકે પોતાની બાઈક નંબર જીજે ૧૫/ઈ. ઍ./ ૭૦ ૪૫ ને લઈ ને ઘરેથી નીકળ્યો હતો અને આ બાઈક વલસાડ રેલવે સ્ટેશન પર આવેલા જવાહર ધક્કા પાસે પાર્ક કરી સોહિલ ઠાકુર સામેથી આવતી ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. યુવક સોહીલ ના મૃતદેહને જાણીતા ઍમ્બ્યુલન્સ ચાલક સાગરભાઇઍ તેનો કબજો લઈ વલસાડ સિવિલ હોસ્પિટલમાં પી. ઍમ. માટે લઈ જવામાં આવી હતી. જે અંગે રેલ્વે પોલીસે આગળથી તપાસ શરૂ કરી છે.
