છરીનાં યુવકનું ૪ દિવસ બાદ મોત, હત્યાનો ગુનો નોંધાયો
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ વાપીના છીરી, રામનગર વિસ્તારમાં જૂની બોલાચાલીની અદાવતમાં યુવક પર ચપ્પુ વડે કરાયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્તનું ૪ દિવસની સારવાર બાદ મોત નીપજતા ચકચાર મચી છે.
ફરિયાદી જિતેન્દ્રકુમાર બબલુ શાહ (ઉં.૩૩) ઍ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ વાપી જીઆઇડીસીની ઍન આર અગ્રવાલ પેપર કંપનીમાં હેલ્પર છે. તેમની સાથે સુપરવાઇઝર ઉમેશકુમાર મહાદેવ યાદવ પણ નોકરી કરે છે. તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૫ઃ૩૦ વાગ્યે બાજુમાં રહેતો બ્રિજેશ મહેન્દ્ર દિવાકર જૂની અદાવત રાખી ઉમેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
સાંજે ૬ વાગ્યે બ્રિજેશ ચપ્પુ લઈને આવી ૅતું મારી સાથે ઝઘડો કરે છે, આજે તને મારી જ નાખીશૅ કહી ઉમેશના પેટ અને છાતીના ભાગે ૫-૬ ઘા માર્યા હતા. ગંભીર ઇજાથી લોહી વહેતા ૧૦૮ ન આવતા તેને રીક્ષામાં હરિયા હોસ્પિટલ ખસેડાયો હતો.
સારવાર દરમિયાન ઉમેશ યાદવનું ૪ દિવસ બાદ મોત નીપજતા વાપી ટાઉન પોલીસે અગાઉ નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં હવે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
