Damanganga Times.

Damanganga Times.

October 07, 2026

ચીખલીના શિયાડા ગામે જાહેર રોડ ઉપર રાત્રે દિપડાની લટાર

ચીખલીના શિયાડા ગામે જાહેર રોડ ઉપર રાત્રે દિપડાની લટાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૦૬ ઃ ચીખલી તાલુકાના શિયાડા ગામે છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિના સમયે જાહેર રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાછળ દિપડો તરાપ મારતો હોવાની ઘટના કેટલાક વાહન ચાલકો જણાવી રહ્ના છે.
ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવર નવર દિપડો લોકોને પરેશાન કરતો હોય જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે ત્યારે ચીખલી તાલુકાના શિયાડા ગામે છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિના સમયે જાહેર રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો પાછળ દિપડો દોડતો હોવાનું વાહન ચાલકો જણાવી રહ્ના છે જોકે કેટલાક વાહન ચાલકો ભયના કારણે વાહન ઉપરથી પડી ગયા હોવાના બનાવો પણ બન્યા છે. જોકે હજુ સુધી દીપડાઍ કોઈ વાહન ચાલકને જાનહાનિ પહોંચાડી નથી પરંતુ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે ઍટલું જ નહીં પરંતુ આલીપોર વસુધારા ડેરીની પાછળના ભાગે પણ દિપડો લોકોની નજરે જોવા મળ્યો હતો જ્યારે રાનકુવા ગામે ડેન્સાની પાછળના ભાગે પણ દિપડો લોકોની નજરે જોવા મળતા આ બંને જગ્યા ઉપર ચીખલી વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.