ડુંગરામાં બળાત્કાર કેસનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
- byDamanganga Times
- 07 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ ઃ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.
ગત તા. ૨૮/૦૯/૨૦૨૬ ના રોજ ફરિયાદીઍ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓઍ તેની સાથે ઝોર જુલ્મ કરી આબરૂ લેવાના ઇરાદે જબરજસ્તીથી મુંબઈ બોલાવી અલગ અલગ પ્રકારની વ્હિસ્કી અને ડ્રગ્સનું સેવન કરાવી બેભાન અવસ્થામાં મૂકી બળાત્કાર ગુજાર્યો હતો અને તમામ આરોપીઓઍ ઍકબીજાની મદદગારી કરી હતી. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.
આ ગંભીર ગુનામાં આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (ત્ભ્લ્) ની સૂચના અને ન્ઘ્ગ્ના પો.ઈન્સ. ઍ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી.પરમારની ટીમે ટેકનિકલ ઍનાલિસિસ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ફોર્ચ્યુનર કારના ચાલક અંગે માહિતી મળતા તેનું નામ શકીલ સફી શેખ (ઉં.૩૫, રહે. ફૂલવાડી ભરીમાતા રોડ, મદીના મસ્જિદ સામે, વરીયાળી બજાર, સુરત) હોવાનું ખૂલ્યું હતું.
ન્ઘ્ગ્ની ટીમ વર્કઆઉટમાં હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે આરોપીને રાવેર, જલગાંવ, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે ડુંગરા પોલીસને સોંપવામાં આવ્યો છે.
