Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

નામધા-ચંડોર મુખ્ય માર્ગ પર બેફામ દોડતા ભારે વાહનોથી અકસ્માતનો ભય

નામધા-ચંડોર મુખ્ય માર્ગ પર બેફામ દોડતા ભારે વાહનોથી અકસ્માતનો ભય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૪ ઃ વાપીના નામધા-ચંડોર મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી દમણની ઇન્ડસ્ટ્રીઝમાંથી અને વાપી ટાઉન વિસ્તારના ભારે વાહનો રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ડાયવર્ટ નામધા મુખ્ય માર્ગથી નેશનલ હાઈવે નંબર ૪૮ પર કરવામાં આવ્યા છે. જેના કારણે આ માર્ગ સતત  ૨૪ કલાક ભારે વાહનોની અવરજવર વધી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, અનેક ભારે વાહનો ફુલ સ્પીડે અને બેફામ દોડતા હોવાથી રાહદારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોના બાઈક અને કાર તથા સાઇકલ સવાર માટે અકસ્માતનું જોખમ વધ્યું છે.

આ મુખ્ય માર્ગ પર આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બે પ્રાથમિક શાળા ઍક માધ્યમિક શાળા ત્રણ જેટલી આંગણવાડી અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને રહેણાંક વિસ્તારો આવેલા છે. સ્થાનિકોની માંગ છે કે આવા સંવેદનશીલ સ્થળોઍ સ્પીડ બ્રેકર તેમજ જરૂરી ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરકારી શાળા અને આરોગ્ય કેન્દ્રો પાસે સ્પીડ બ્રેકરનો અભાવ છે, જ્યારે ઍક ખાનગી શાળાના મુખ્ય ગેટ પાસે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું છે. આ મુદ્દે અગાઉ વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍસ. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ વોર્ડના ચૂંટાયેલા સભ્ય રણજીતભાઈ પટેલને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. લગભગ દર અઠવાડિયે ઍકથી બે નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્ના છે. જો કોઈ વ્યક્તિનો આ અકસ્માતમાં ગંભીર ઇજા કે મૃત્યુ થશે ત્યારે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જાગશે કે કેમ તેવા પ્રશ્નો પણ કરાઈ રહ્ના છે. જોકે  સ્થાનિકોઍ વાપી મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી માર્ગ પર જરૂરી સ્થળોઍ સ્પીડ બ્રેકર, ચેતવણીના બોર્ડ અને અન્ય ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા તેમજ ભારે વાહનોની ગતિ નિયંત્રિત કરવા માંગ કરી છે.