વીપીઍસ સ્કૂલમાં ૯-૧૦ ઓક્ટો.ઍ રાષ્ટ્રીય રગ્બી સ્પર્ધા યોજાશે
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ વાપી વટારની પબ્લિક સ્કૂલને ૭મા સીઆઈઍસસીઈ રાષ્ટ્રીય રમતોત્સવ અંતર્ગત રગ્બી સ્પર્ધાના આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની આ રગ્બી સ્પર્ધા ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ વાપી પબ્લિક સ્કૂલ ખાતે યોજાશે.
સ્પર્ધામાં અંડર-૧૪, અંડર-૧૭ અને અંડર-૧૯ છોકરાઓની કેટેગરીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આશરે ૨૦૦ યુવા ખેલાડીઓ ભાગ લેશે.
રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોની રગ્બી પ્રતિભાઓને ઍક જ મેદાન પર પોતાની રમતગમતની કુશળતા દર્શાવવાની તક મળશે. સ્પર્ધા દરમિયાન ટીમવર્ક, શિસ્ત, નેતૃત્વ, સહકાર અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન મળશે.
વાપી પબ્લિક સ્કૂલ છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શાળા દ્વારા રમતગમતને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના આયોજનને શાળાની યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવતા કાર્યકારી નિયામક અને આચાર્ય ડૉ. અલ્પા ઍસ. કોટાડિયાઍ જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા આશરે ૨૦૦ યુવા ખેલાડીઓનું વાપીમાં સ્વાગત કરવું અમારા માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. દરેક ખેલાડી અહીંથી રમતની યાદો ઉપરાંત મિત્રતા, શીખ અને સુંદર અનુભવો લઈને પરત ફરે તેવો અમારો પ્રયાસ રહેશે.
