નાનાપોîઢા તાલુકાની રચનાને ઍક વર્ષ પૂર્ણ
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૪ ઃ વલસાડ જિલ્લાના નવા નાનાપોંઢા તાલુકાની રચના અને વહીવટી કામગીરી શરૂ થયાને આજે ઍક વર્ષ પૂર્ણ થયું છે. નાનાપોંઢા તાલુકો ૨ ઓક્ટોબર ૨૦૨૫થી સત્તાવાર રીતે કાર્યરત બન્યો હતો. તાલુકાની રચના બાદ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના લોકોને વહીવટી સેવાઓ નજીકથી અને સરળતાથી મળી રહે તેવી નવી વ્યવસ્થાનો પ્રારંભ થયો છે.
નાનાપોંઢા તાલુકામાં કુલ ૪૯ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ ગામો કપરાડા, પારડી અને વાપી તાલુકાની વહીવટી વ્યવસ્થામાં આવતાં હતાં. નવા તાલુકાની રચનાથી મહેસૂલ, પંચાયત તથા વિકાસલક્ષી કામગીરી માટે સ્થાનિક કક્ષાઍ વહીવટી માળખું ઊભું થયું છે. નાનાપોંઢા મામલતદાર કચેરી તેમજ ઝ઼ન્ય્ કચેરી પણ કાર્યરત છે.
રસ્તા-વીજળી-પાણી-શિક્ષણ પર ભાર
નાનાપોંઢા તાલુકાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રસ્તા, વીજળી, પાણી અને શિક્ષણને વિસ્તારના વિકાસ માટેની મહત્વપૂર્ણ કડી ગણાવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સારી કનેક્ટિવિટી, નિયમિત વીજ પુરવઠો, શૈક્ષણિક સુવિધાઓ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવાની વાત તેમણે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવા તાલુકાના વિકાસ માટે વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને સ્થાનિક જરૂરિયાતો મુજબ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
૪૯ ગામો માટે નજીકનું વહીવટી કેન્દ્ર
નવા તાલુકાની રચનાથી ૪૯ ગામોના લોકોને પ્રમાણપત્રો, મહેસૂલી કામગીરી, સરકારી યોજનાઓ અને અન્ય વહીવટી સેવાઓ માટે વધુ નજીકનું કેન્દ્ર મળ્યું છે. ખાસ કરીને આદિવાસી બહુલ વિસ્તાર માટે સ્થાનિક સ્તરે વહીવટી સુવિધાઓનું મજબૂતીકરણ મહત્વપૂર્ણ બન્યું છે. ઍક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશભાઈ બારિયા, તાલુકા તથા જિલ્લા પંચાયતના સદસ્યો, કર્મચારીઓ અને અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. આગામી સમયમાં નાનાપોંઢા તાલુકો વિકાસનું વધુ મજબૂત કેન્દ્ર બને અને લોકોને સરકારી સેવાઓ ઝડપી તથા સરળતાથી મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
