નાનાપોંઢા માતૃભૂમિ ડેરી કંપનીમાંથી વાયર ચોરીમાં ચાર ઝડપાયા
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૪ ઃ નાનાપોંઢા પોલીસ સ્ટેશનની હદમાં નાનાપોઢા ગામે આવેલી માતૃભૂમિ ડેરી પ્રા.લી. કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાનાપોઢા પોલીસે ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ગત તા.૧૫/૦૬/૨૦૨૬થી તા.૦૩/૧૦/૨૦૨૬ દરમિયાન કંપનીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મશીનરી સાથે જોડાયેલા પીળા, લાલ અને બ્લ્યુ કલરના કવરવાળા ઍલ્યુમિનિયમના અંદાજે ૧૨૦૦ મીટર કેબલ વાયર કિંમત રૂ.૫,૫૦,૦૦૦ની ચોરી થઈ હતી. જે અંગે ગુનો નોંધાયો હતો.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં પીઆઈ ઍમ.ઍન. કાતરીયાઍ અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ - હ્નામન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા સાહીલ પઠાણ, સમીર મકરાણી, શાહરૂખ શેખ અને કૌશિક યાદવને ઝડપ્યા હતાં. તેમની પાસેથી ચોરીમાં ગયેલા ૧૦૦૦ મીટર વાયર કિં. રૂ. ૪,૬૦,૦૦૦, ગુનામાં વપરાયેલ સ્પ્લેન્ડર બાઈક, ઍક્ટિવા અને બે મોબાઈલ મળી કુલ રૂ.૬ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
