ગણદેવી તા. પં.નાં અપક્ષ સભ્ય પર ચાર ઈસમનો હુમલો
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૪ ઃ ગણદેવી તાલુકા પંચાયતના ઍકમાત્ર અપક્ષ સભ્ય પર ચાર ઈસમોઍ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
પ્રા વિગતો મુજબ ગણદેવી તાલુકા પંચાયતના ઍકમાત્ર અપક્ષ સભ્ય સેજલભાઈ પટેલ તરીકે તેઓ વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે સક્રિય રીતે રજૂઆતો કરતા હતાં અને સોશ્યલ મીડિયામાં ચમકતા હતાં. દરમિયાન ઉંડાચ ગામની ગૌચર જમીન ઉપર કથિત રીતે ગેરકાયદેસર રેતીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની રજૂઆત ગ્રામ પંચાયતમાં કરી, કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દાની અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા સેજલભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરી છે.
સેજલભાઈ પટેલના જણાવ્યા મુજબ, તેઓ આંતલીયા ચાર રસ્તા ઉપર હતા ત્યારે ચાર શખ્સોઍ તેમને ઘેરી લીધો હતો. આ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી લાત-મુક્કા વડે માર માર્યો હતો. મારના કારણે તેઓ જમીન પર પડી ગયા બાદ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.ઘટનાની જાણ થતાં ૧૦૮ બીલીમોરાની મેંગુશી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
