Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

વાપી જે-ટાઈપ ROBમાટે ગર્ડર મુકાયા : હવે સ્પાન મુકાશે

વાપી જે-ટાઈપ ROBમાટે ગર્ડર મુકાયા : હવે સ્પાન મુકાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ  વાપીમાં રેલવે લાઈનની પૂર્વ-પડ્ઢિમમાં વાહનોની અવરજવર માટે મહત્વાકાંક્ષી બે ઓવરબ્રિજ પૈકીના જે-ટાઈપ રેલવે ઓવરબ્રિજનું રેલવે હદમાં ૨૨ મીટર સ્પાન ફિટ કરવા માટે ગર્ડર ઊભા કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ કામ માટે રેલવેના મેગા બ્લોકની મંજૂરીની રાહ જોવાતી હતી.
ચોમાસુ પૂર્ણ થયા બાદ ગત ૨૭ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધી મેગા બ્લોક મંજૂર થતાં આ સમયગાળા દરમિયાન રેલવે અને ઍજન્સી દ્વારા જે-ટાઈપને જોડતો રેલવે નાળાવાળો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ત્યારબાદ ૭ દિવસમાં રેલવેની હદમાં ૪ જેટલા ગર્ડર મોટી ક્રેન દ્વારા ઊભા કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
હવે ઊભા કરાયેલા ગર્ડર ઉપર સ્લેબ ચઢાવવામાં આવશે. ત્યારબાદ ગણતરીના દિવસોમાં વાપી જે-ટાઈપ રેલવે ઓવરબ્રિજ, જે નામધા રિંગ રોડ થઈ કચીગામ અને દમણને જોડે છે, તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જેનાથી રોજિંદા હજારો વાહનચાલકોને મોટી રાહત થશે.
બીજી તરફ વાપીના જૂના ફાટક પર આશરે દોઢ અબજના ખર્ચે નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજનું કામ હજુ કેટલા વર્ષ ખેંચાશે તે કહેવું મુશ્કેલ છે.
આ બ્રિજ માટે પૂર્વમાં સોનોરસ સામે ઍક પિલર ટેકનિકલ ખામીઓના કારણે તોડવાની ફરજ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.