Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

પારડીના જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં પ તોલા સોનુ સેરવી ગયો

પારડીના જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં પ તોલા સોનુ સેરવી ગયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૪ ઃ પારડીમાં વલસાડી ઝાંપા, કુંભારવાડ લક્ષ્મી ફર્નિચર સામે આવેલ બંસી જ્વેલર્સ નામની દુકાનમાં ટોપી અને માર્ક્સ પહેરીને ગ્રાહકના સ્વાંગમાં આવેલ ઍક અજાણ્યા વ્યક્તિઍ પાંચ તોલાના સોનાના દાગીના રૂપિયા અઢી લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે અંગેની ફરિયાદ દુકાનદારે પારડી પોલીસ મથકમાં નોંધાવી હતી ચોરી કરનાર ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. અહીં બંસી જ્વેલર્સની દુકાનમાં બપોરના સુમારે ટોપી અને માર્ક્સ પહેરીને આવેલ અજાણ્યા વ્યક્તિઍ નાકમાં પહેરવાની સોનાની જળ બતાવવા જણાવેલ જેથી બંસી જ્વેલર્સના દુકાનદાર દીપકભાઈ ચંપકભાઈ પારેખે આ ઈસમને સોનાની બુટ્ટી આપેલી હતી. જેના રૂ.૧૯૦૦/- ચૂકવીને બુટ્ટી ઍની પત્નીને બતાવીને આવું છું ઍમ કરીને ગયા બાદ પરત આવ્યો હતો અને ફરીથી બુટ્ટી જોવા માંગી હતી ત્યારે દીપકભાઈઍ ફરીથી બતાવી હતી ત્યારબાદ નથી ગમતી ઍમ કહીને અજાણ્યો વ્યક્તિ ચાલી ગયો હતો અને ઍના ગયા બાદ દીપકભાઈઍ બોક્સ જોતા બોક્સમાં સોનાની ચેઈન નંગ ૮, જેનું વજન આશરે ૫૦ ગ્રામ પાંચ તોલા જેની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/- લઈને અજાણ્યો ચોર પલાયન થઈ ગયો હતો ઍવું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવના હકીકતની પારડી પોલીસ મથકમાં દીપકભાઈઍ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ આપતા પારડીપોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ લઈ આ બાબતની વધુ તપાસના ધરી છે.  આ સાથે પારડીની વિવિધ સોનાની દુકાનોમાં પણ આ ચોર રેકી કરી હોવાનું સીસીટીવી કેમેરામાં દુકાનદારોઍ કેદ કરી લીધો હતો. આ બાબતની સંપૂર્ણ તપાસ પી.આઈ વાયબી ગોહિલ  કરી રહ્ના છે