Damanganga Times.

Damanganga Times.

October 05, 2026

ચંડોર ત્રણ રસ્તા પર જીવતા વાયર સાથે તૂટેલો વીજ પોલ, તંત્ર સામે રોષ

ચંડોર ત્રણ રસ્તા પર જીવતા વાયર સાથે તૂટેલો વીજ પોલ, તંત્ર સામે રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વાપી-ચંડોર મુખ્ય માર્ગ પર આવેલા ભંડારી સ્ટ્રીટ ત્રણ રસ્તા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી વીજ પોલ તૂટી પડ્યાની ઘટના બની હતી. તૂટેલો વીજ પોલ જીવતા વીજ વાયર સાથે નજીકની ઍક શૈક્ષણિક સંસ્થાના મકાનના કમ્પાઉન્ડમાં પડ્યો હોવા છતાં છેલ્લા ઘણા દિવસોથી વીજ કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. પ્રા માહિતી મુજબ, આશરે ૨૦ દિવસ અગાઉ કન્ટેનર, ટેન્કર, ટ્રક કે ટેમ્પો જેવા કોઈ અજાણ્યા ભારે વાહને માર્ગની બાજુમાં આવેલ વીજ પોલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ વીજ પોલ તૂટી પડ્યો હતો. આ માર્ગ પરથી દમણના ઔદ્યોગિક વિસ્તારો તેમજ વાપી ટાઉન તરફ જતા ભારે વાહનોની સતત અવરજવર રહે છે. વીજ પોલ તૂટી પડ્યા બાદ સ્થાનિકો દ્વારા વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી નવા વીજ પોલની વ્યવસ્થા કરવા તેમજ જીવતા વીજ વાયરોને સલામત રીતે ઉપર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, રજૂઆતો છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં વીજ પોલ અને જીવતા વાયર પડેલા હોવાથી વિદ્યાર્થીઓ તથા રાહદારીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો વીજ કંપનીની બેદરકારીના કારણે કોઈ માસૂમ બાળક કે રાહદારીને વીજ કરંટ લાગવાથી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે, તેવો સવાલ પણ સ્થાનિકો ઉઠાવી રહ્ના છે.