કોîગ્રેસે કપરાડા CHCમાં તબીબો-સાધનોની અછતનો મુદ્દો ઉઠાવ્યો
- byDamanganga Times
- 05 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૪ ઃ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લોકોને સમયસર અને યોગ્ય આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી જિલ્લા પંચાયત સભ્ય જશોદાબેન કિરણભાઈ જાદવ સહિત સરપંચો અને વડીલ આગેવાનોઍ કપરાડા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (ઘ્ણ્ઘ્)ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં તબીબો તેમજ જરૂરી તબીબી સાધનોની અછતનો મુદ્દો સામે આવ્યો હતો. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે ઘ્ણ્ઘ્ ખાતે આવતા હોવાથી પૂરતો તબીબી અને ર્નસિંગ સ્ટાફ ઉપલબ્ધ હોવો જરૂરી છે. ત્યારે મંજૂર જગ્યાઓની સામે હાલમાં કેટલા તબીબો અને ર્નસિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્ના છે તેની સમીક્ષા કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી.ગ્રામજનોના જણાવ્યા મુજબ કપરાડા જેવા અંતરિયાળ તાલુકા માટે ઘ્ણ્ઘ્ આરોગ્ય સેવાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં જરૂરી તબીબી સેવા અથવા સાધનો ઉપલબ્ધ ન હોય તો દર્દીઓને અન્ય સ્થળે સારવાર માટે જવું પડે છે, જેના કારણે સમય અને આર્થિક ખર્ચ બંને વધે છે. જિલ્લા પંચાયત સભ્ય જશોદાબેન જાદવે આરોગ્ય વિભાગ સમક્ષ ઘ્ણ્ઘ્માં જરૂરી તબીબોની નિમણૂક કરવા, ખાલી જગ્યાઓ ભરવા તેમજ જરૂરી તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. કપરાડા ઘ્ણ્ઘ્માં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને અને અંતરિયાળ વિસ્તારના લોકોને તેમના નજીકના સ્થળે સમયસર સારવાર મળી રહે તેવી માંગ ઉઠી છે.
