Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

વાપી હાઈવે પર સફાઈ અભિયાન, ૪૫૦ મીટર સર્વિસ રોડની સફાઈ કરાઈ

વાપી હાઈવે પર સફાઈ અભિયાન, ૪૫૦ મીટર સર્વિસ રોડની સફાઈ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વાપી પ્રાદેશિક કાર્યાલયના માર્ગદર્શન હેઠળ હ્નાબરગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ‘મિશન ફણ્-૪૮ પર સફાઈ પ્રવૃત્તિ’ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં શ્રમયોગીઓ અને સુપરવાઇઝર સહિત કુલ ૩૦ સભ્યોની ટીમ જોડાઈ હતી. ટીમને અમદાવાદ તરફ જતા ફણ્-૪૮ના સર્વિસ રોડ પર ફાળવવામાં આવેલા વિસ્તારમાં સફાઈ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી.
જરૂરી સફાઈ સાધનો અને સલામતીના સાધનોથી સજ્જ ટીમે સર્વિસ રોડની બંને બાજુના આશરે ૪૫૦ મીટર વિસ્તારમાં વ્યાપક સફાઈ હાથ ધરી હતી. દરમિયાન રસ્તા પર ઍકઠો થયેલો કચરો અને અનિચ્છનીય સામગ્રી વ્યવસ્થિત રીતે ઍકત્ર કરી ટ્રેક્ટરમાં ભરવામાં આવી હતી અને યોગ્ય નિકાલ માટે સ્થળ પરથી દૂર કરવામાં આવી હતી. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તાર સ્વચ્છ અને વ્યવસ્થિત બન્યો હતો. જેના પરિણામે રસ્તાના વપરાશકર્તાઓ તેમજ સ્થાનિક લોકો માટે વધુ સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ઊભું થયું હતું. જી પી સી બી ના મુખ્ય અધિકારી ઍ જી પટેલ ડેપ્યુટી ઍન્જિનિયર ઇન્દ્રવદન પટેલઅને કર્મચારીઓ દ્વારા હ્નાબરગ્રુપની ટીમના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. અધિકારીઓઍ અભિયાન દરમિયાન ટીમ દ્વારા દર્શાવવામાં આવેલી શિસ્ત, વ્યાવસાયિક અભિગમ અને સમર્પણને બિરદાવ્યું હતું. આ સમગ્ર પહેલ દ્વારા પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા પણ ઉજાગર થઈ હતી.