Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

અંબિકા નદીના પટ્ટમાંથી રેતી ખનન કરતા રૂ.૨.૨૫ કરોડનો મુદ્દામાલ જ

અંબિકા નદીના પટ્ટમાંથી રેતી ખનન કરતા રૂ.૨.૨૫ કરોડનો મુદ્દામાલ જ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૦૧ ઃ બીલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના પટમાં બિનઅધિકૃત રેતી ખનન, વહન અને સંગ્રહ સામે ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રોન સર્વેલન્સના આધારે તપાસ દરમિયાન બે યાંત્રિક બાજ અને ૧૧ ટ્રક સહિત કુલ રૂ.૨.૨૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બીલીમોરા શહેરની સ્મશાનભૂમિ પાછળના અંબિકા નદી પટ વિસ્તારમાં સાદી રેતી ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહની પ્રવૃત્તિ અંગે ડ્રોન મારફતે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેલન્સ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રેતી ખનિજના ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા બે યાંત્રિક બાજ તેમજ ૧૧ ટ્રક મળી આવ્યા હતાં. વિભાગ દ્વારા તમામ યંત્રો અને વાહનોને કબજે લઈ કુલ રૂ. ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. કબજે કરાયેલા વાહનો અને યંત્રોને હાલ ધોલાઈ મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી બિનઅધિકૃત રેતી ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ખનિજ વિભાગ દ્વારા સમગ્ર મામલે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.