Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

ઉમરગામ પાલિકા ખાતે આંગણવાડીના બાળકોને ફ્રુટ કીટ વિતરણ કરાઈ

ઉમરગામ પાલિકા ખાતે આંગણવાડીના બાળકોને ફ્રુટ કીટ વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ૨ ભાઠા ફળિયાની આંગણવાડીમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, ઉમરગામ શહેર પ્રમુખ મયંક પ્રેસવાલા,મહામંત્રી મનોજ ઝા, વિશ્વકર્મા ટંડેલ, મહિલા મોરચાના કાર્યકરોની ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકોને ફ્રુટ કીટ વિતરણ કરાઈ સાથે જ ઉપસ્થિત સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર તેમજ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે છે કે નહીં તે અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર સમીક્ષા કરી હતી. ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે બાળકોને મળતા પૌષ્ટિક આહાર અને શિક્ષણનો લાભ મળતો હોવાનું જણાવે ભાજપના કાર્યકરો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી સેવાના મંત્ર સાથે નગરજનોની સુખાકારી માટે તત્પરતાથી કામગીરી કરી રહ્ના છે તેમ જણાવ્યું હતું.