સરીગામમાં સેફટી અવેરનેસ અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 02 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ધ્ર્ત્ર્ીદ્દફૂ સેફટી અવેરનેસ અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વલસાડ જિલ્લા ઍસ.પી. યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા.કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગ સલામતી, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેમજ ડ્રગ્સના દુષણને અટકાવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ કૌશિક પટેલ, ડીવાયઍસપી બી.ઍન. દવે, સરીગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. બેરા, પીઍસઆઈ સુવાંગ્યા સહિતના પોલીસ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો અને ઉદ્યોગકારોમાં સલામતી, સાયબર સુરક્ષા તથા ડ્રગ્સ વિરોધી જાગૃતિ વધારવાનો રહ્ના હતો.
