Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

મરોલી જેઍનસી હાઈ.માં તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી

મરોલી જેઍનસી હાઈ.માં તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામ તાલુકાના મરોલી સ્થિત થ્ફઘ્ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમના પ્રારંભે તાલુકા ય્જ્બ્ અંકિત પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરે માનવજીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, વધતા શહેરીકરણને કારણે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્નાં છે અને તેના કારણે પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે અતિવૃષ્ટિ, દુકાળ અને ચક્રવાત જેવી કુદરતી આફતોના પડકારો વધી રહ્ના હોવાનું જણાવી તેમણે વધુમાં વધુ વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન માટે સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે નાટક સ્વરૂપે સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ડો. નિરવ શાહ, મરોલી સરપંચ ગ્રીષ્માબેન ચિરાગભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વનિતાબેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરીબેન, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ચિરાગભાઈ સહિત મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. વન મહોત્સવ દરમિયાન ઉપસ્થિત સૌઍ વૃક્ષારોપણ કરી રોપાયેલા વૃક્ષોના જતન અને ઉછેર માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.