Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

ઉમરગામની અગ્રથા ઍકેડમીમાં વિજ્ઞાન અને વાણિજ્ય પ્રદર્શન યોજાયું

ઉમરગામની અગ્રથા ઍકેડમીમાં વિજ્ઞાન અને વાણિજ્ય પ્રદર્શન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૧ ઃ ઉમરગામની ધ અગ્રથા ઍકેડમી ઘ્ગ્લ્ચ્ સ્કૂલ ખાતે કૌશલ બોધ, કૌશલ વિકાસ, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રદર્શન યોજાયું. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, પ્રયોગાત્મક જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્ય વિકસાવવાનો હતો.ધોરણ ૩થી ૮ તેમજ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે અભ્યાસક્રમ સાથે જોડાયેલા વિવિધ સર્જનાત્મક પ્રોજેક્ટ, આર્ટવર્ક અને વૈજ્ઞાનિક મોડેલ રજૂ કર્યા. પ્રિન્સિપાલ  વૈશાલી ચૂરીઍ રિબન કાપીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.કૌશલ બોધ અને વિકાસમાં ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓઍ કલાત્મક કૃતિઓ દર્શાવી.કોમર્સ પ્રદર્શનમાં ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓઍ બેંકની કાર્યપ્રણાલીનું મોડેલ રજૂ કર્યું. તેમણે નાસ્તા વેચીને ખર્ચ, કિંમત, વેચાણ અને નફાની વ્યવહારુ સમજ મેળવી.વિજ્ઞાન પ્રદર્શનમાં ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓઍ ર્વકિંગ મોડેલ અને વૈજ્ઞાનિક પ્રોજેક્ટ દર્શાવ્યા. તેમણે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રયોગાત્મક રીતે સમજાવ્યા. આ પ્રદર્શનથી વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, નેતૃત્વ અને ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસ્યા.