Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

થ્રીડીના ખેલાડીઅો પંજાબની ક્રિકેટ ટુર્ના.માં ભાગ લેશે

થ્રીડીના ખેલાડીઅો પંજાબની ક્રિકેટ ટુર્ના.માં ભાગ લેશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૩૦ ઃ રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય હેઠળ, દમણ અને દમણ દીવમાં વ્૧૦ લેધર બોલ ક્રિકેટ ખેલાડીઓની ઍક ટીમ બનાવવામાં આવી હતી, જે છોકરીઓ અને છોકરાઓ બંનેને સમાન તકો પૂરી પાડે છે. તે મુજબ, ખેલો ઇન્ડિયા સેન્ટર ઓડિટોરિયમમાં, દાદરા નગર હવેલી અને દમણ દીવના રમતગમત સંયોજક અધિકારી મહેશ પટેલ દ્વારા પંજાબના અમૃતસર, બટાલામાં ત્રીજી રાષ્ટ્રીય વ્૧૦ ક્રિકેટ ચેમ્પિયનશિપ માટે વ્૧૦ લેધર બોલ ક્રિકેટ પ્લેયર કેપ્સ આપીને પસંદ કરાયેલા તમામ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમૃતા સિંહને તેમના સતત અભ્યાસ માટે અને અનીસ રોકાને તેમના શિસ્ત માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતિ મિશાલ, સોનલ સિંહ રાજપૂત, રિતિકા સિંહ, અંજલી યાદવ, કૃષ્ણા પટેલ, પ્રણવ ઘોષ, અમન રાજપૂત, શુભમ ગોસ્વામી, વિશાલ વાઘાટ, અનુરાગ મૌર્ય, પ્રિયાંશુ શર્મા, કુશ સાવંત, રૌનક યાદવ, ધ્રુવ રોહિત અને હુસૈનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અગન, અંકુશ આર્દોરિયા, સાગર શર્મા, તુષાર રાય, દિવ્યાંશુ રાજપૂત અને પ્રિયાંશુ બિષ્ટ હાજર રહ્ના હતાં. આ બધા વ્૧૦ લેધર બોલ ક્રિકેટ ખેલાડીઓ વર્ષ દરમિયાન પાંચ રાષ્ટ્રીય અને ત્રણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દાદરા નગર હવેલી અને દમણ અને દીવનું પ્રતિનિધિત્વ કરશે, જેના માટે હાજર બધા ખેલાડીઓઍ દમણ અને દીવ વહીવટીતંત્ર અને રમતગમત વિભાગનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.