વલસાડ હોસ્ટેલમાં ભોજન-સુરક્ષા મુદ્દે ખ્ગ્સ્ભ્નું સરપ્રાઈઝ ચેકિંગ
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હોસ્ટેલના ભોજનથી ફૂડ પોઇઝનિંગ, વિધાર્થીઓની સુરક્ષાને લઈને કેટલા કિસ્સા બનેલ છે. જેના માટે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ગુજરાત ભરમાં લ્વ્શ્ઝ઼ચ્ફવ્ઁલ્ રાઈડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે લ્વ્શ્ઝ઼ચ્ફવ્ઁલ્ ય્ખ્ત્ઝ઼ઌસ્ન્ અંતર્ગત અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વલસાડ નગર દ્વારા નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત કોલેજ હોસ્ટેલ માં વિધાર્થીઓ સાથે જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં હોસ્ટેલની અંદર કોઈ પણ સુરક્ષા કર્મી હાજરના હોવા, હોસ્ટેલની અંદર ચાલી રહેલ મેસમાં સડી ગયેલા તથા તદ્દન નીચી ગુણવત્તાના શાકભાજી જોવા મળ્યા, ઍક્સપાયર થયી ગયેલા પાપડ, સોસ જેવી અખાદ્ય સામગ્રી જોવા મળી, ખુલ્લા રાખેલા મસાલા, ખાંડ જેમાં કીડીઓ ફરી રહેલ હતી, કિચનની અંદર ખુલા ખોરાક પાસે ઉંદર તથા ગરોળી ફરતા જોવા મળ્યા, કિચનની અંદર બારી તૂટેલી હોવાથી તમામ જીવ જંતુ અંદર આવાની સમસ્યા કિચન ની બહાર જ મરેલું ઉંદર મળી આવ્યું તથા સંપૂર્ણ કોલેજ હોસ્ટેલ કેમ્પસની અંદર વિધાર્થીઓને પીવાના પાણીની સુવિધા જ નથી અને વિધાર્થી/વિધાર્થિનીઓને પાણી ભરવા માટે દૂર અંધારામાં કોલેજની અંદર પાણી ભરવા જવું પડે છે. આવી તમામ સમસ્યાઓ જોવા મળેલ છે. અને આ સમસ્યાઓનું સમાધાન લાવવા તથા સુધારો કરવા વોર્ડન અને રેકટરને રજૂઆત કરવામાં આવી. જો આ અખાદ્ય ખોરાક થી કોઈ વિધાર્થીને ફૂડ પોઇઝનિંગ થાય અથવા સુરક્ષા કર્મીના હોતા કોઈ વિધાર્થીને સાથે અણબનાવ બને તો તેનું જવાબદાર કોણ?
