Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

ગણદેવીમાં રખડતાં ઢોરના ત્રાસ સામે ‘આપ’ દ્વારા મામલતદારને આવેદન

ગણદેવીમાં રખડતાં ઢોરના ત્રાસ સામે ‘આપ’ દ્વારા મામલતદારને આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા.૩૦ઃ ગણદેવી તાલુકા અને શહેર વિસ્તારમાં બેફામ રખડતાં ઢોરના વધતા ઉપદ્રવથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.  મુખ્ય માર્ગો, બજારો તેમજ રહેણાંક વિસ્તારોમાં અડીંગો જમાવી બેસતા પશુઓ અને અંદરોઅંદર બાખડતા આખલાઓને કારણે અકસ્માત તેમ જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગો પર અંધારામાં ઢોર ન દેખાતાં દ્વિચક્રી વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. આ વિકટ પરિસ્થિતિના કાયમી નિરાકરણની માંગ સાથે સોમવારે આમ આદમી પાર્ટી (આપ) ગણદેવી તાલુકા સંગઠન દ્વારા સોમવારે મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી તાકીદે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં પક્ષના આગેવાનોઍ સ્પષ્ટ માંગ કરી હતી કે વહીવટી તંત્ર દ્વારા તાલુકાભરમાં તાત્કાલિક અસરથી ઢોર પકડવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવે અને પકડાયેલાં પશુઓને પાંજરાપોળ કે ઢોર ડબ્બે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે. કોઈ નિર્દોષ નાગરિક અકસ્માતનો ભોગ બને તે પહેલાં તંત્ર નહીં જાગે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. આ રજૂઆત વેળાઍ ગણદેવી તાલુકા પ્રમુખ રૂપેશ પટેલ, જલાલપોર વિધાનસભા પ્રમુખ બી. બી. પટેલ,સંગઠન મંત્રી વત્સલ પટેલ, નિખિલ તલાવિયા, ગિરીશ રાઠોડ, પ્રકાશ પટેલ અને અંકુર પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.