Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

મોરાઇ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત

મોરાઇ હાઈવે પર અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વાપી, તા. ૩૦ ઃ નેશનલ હાઈવે નં. ૪૮ પર મોરાઈ ઍચ.પી. પેટ્રોલ પંપ સામે અજાણ્યા વાહનની ટક્કરે આશરે ૭૦ વર્ષીય અજાણ્યા વૃદ્ધનું મોત નિપજતા વાપી ટ્રાફિક પોલીસ મથકે હિટ ઍન્ડ રનનો ગુનો નોંધાયો છે. ફરિયાદી સુરેશભાઈ સતીષભાઈ ધો. પટેલ (ઉં. ૩૭, રહે. ફૂલવાડી, ધરમપુર) ઍ જણાવ્યું કે તેઓ બગવાડા ને.હા.નં. ૪૮ હાઈવે પેટ્રોલિંગ મોબાઈલમાં નોકરી કરે છે. તા. ૨૮/૦૯/૨૦૨૬ ના સવારે ૮ થી તા. ૩૦/૦૯/૨૦૨૬ ના સવારે ૮ સુધી તેમની ફરજ પારડીથી નંદીગામ હાઈવે સુધી હતી.

દરમિયાન તા. ૨૯/૦૯/૨૦૨૬ ના સવારે ૧૧ૅં૪૦ વાગ્યે તેઓ સ્ટાફ ભૂમિત રસીકભાઈ પટેલ અને ડ્રાઈવર ઉદય નારણભાઈ પટેલ સાથે પેટ્રોલિંગમાં હતા. મોરાઈ ઍચ.પી. પેટ્રોલ પંપ સામે સુરતથી મુંબઈ જતા રોડ પર ટ્રાફિક જામ ક્લીયર કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વૃદ્ધને ટક્કર મારી નાસી ગયો હતો.

વૃદ્ધને માથા, જમણા હાથ અને મોઢા પર ગંભીર ઈજા થતા હાઈવે ઍમ્બ્યુલન્સ મારફતે પારડી સીઍચસી લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.