Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં દારૂ-ડ્રગ્સ સેવન કરાવી દુષ્કર્મ આચર્યું હતું!

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં  દારૂ-ડ્રગ્સ સેવન કરાવી દુષ્કર્મ આચર્યું હતું!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવી આબરૂ લૂંટવાનો -યાસ કરવા મામલે ડુંગરા પોલીસે સુરતના ચાર સહિત પાંચ શખ્સો સામે બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે ત્રણ શખ્સો હોસ્પિટલથી ભાગી ગયા હતા.

સુરતના ફૈઝાન મુલતાની, ફરીદ વાહીદ કોઠીયાવાલા, સલમાન, વસીમ અને વડોદરાનો શકફાન ઝફર શેખ કારમાં મુંબઈ ગયા હતા. પાંચેય હોટલમાં રોકાયા બાદ વડોદરાની ૨૦ વર્ષીય પરિચિત યુવતીને હોટલમાં બોલાવી હતી. યુવતીને દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવી કામાવાસનામાં ચકચૂર બની શારીરિક અડપલા કરી હોઠ પર બચકું ભર્યું હતું. ટ્રેનમાં મુંબઈ ગયેલી યુવતી નશાની હાલતમાં લઈને  પાંચેય યુવક કારમાં પરત ફરતી વેળા વધુ નશાને કારણે યુવતીની તબિયત લથડતા પાંચેય ગભરાઈ છરવાડાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરને શંકા જતા પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. યુવતીનું મેડિકલ ચેકઅપ કરતાં તેની સાથે બળાત્કાર થયાનું બહાર આવતા પોલીસે આજે પાંચેય આરોપી સામે બળાત્કારનો કલમ નો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભોગ બનનાર યુવતીને તેના વાલીઓને સુરત કરી હતી.