વાપીમાં ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં જ લીંબુના ભાવમાં ઉછાળો
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપીના શાકભાજી બજારમાં સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝન પૂર્ણ થાય તે પહેલાં જ લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ગ્રાહકોના બજેટ પર તેની અસર જોવા મળી રહી છે.
લીંબુના ભાવ વધતા તેનો સીધો અસર લીંબુ-મરચાંના ભાવ પર પણ જોવા મળી રહ્ના છે. ખાસ કરીને દર શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરે લીંબુ-મરચાં ધરાવતા શ્રદ્ધાળુઓ તેમજ દુકાનો અને વાહનો પર લીંબુ-મરચાં લગાવનારાઓ માટે પણ હવે આ સામગ્રી મોંઘી પડી રહી છે. શાકભાજી બજારમાં લીંબુની આવક અને તેની માંગના આધારે ભાવમાં વધઘટ થતી હોય છે. જોકે, આ વર્ષે ઉનાળો શરૂ થાય તે પહેલાં જ લીંબુના ભાવમાં વધારો થતાં ગ્રાહકોમાં આડ્ઢર્ય જોવા મળી રહ્નાં છે.
