Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

ખેરગામ રેફરલ હોસ્પિટલમાં દર્દીઅો ઉભરાયા

ખેરગામ રેફરલ હોસ્પિટલમાં દર્દીઅો ઉભરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૩૦ ઃ માંડ ચોમાસું પુરુ થયું અને સપ્ટેમ્બર માસના અંતમાં ભાદરવાના આકરા સખત તાપમાં ગ્રામજનો, ધરતી પુત્રો વિ.માં માંદગીનો વાવર ચાલી રહ્ના છે.

નવસારીના ખેરગામ ખાતે આવેલ  રેફરલ હોસ્પિટલ ખાતે ઓગસ્ટ મહિનામાં ૧૫૦૦થી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જયારે સપ્ટેમ્બર શરુથતાથી સાથે જ ગત માસ કરતાં  પણ વધુ આંક થવા સંભાવના છે. 

ડેન્ગ્યુ ખાસ દેખાયો નથી પરંતુ ટાઈફોઈડના દર્દી વધારે થઈ રહ્ના છે. જેઓની સારવાર માટે રેફરલના તબીબો તૈયાર છે.