વાપીના તમામ વોર્ડમાં નવા શાકભાજી માર્કેટ બનાવાશે
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે તા. ૩૦ સપ્ટેમ્બર, બુધવારના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઈ ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતિષભાઈ પટેલ, વિવિધ સમિતિઓના ચેરમેન, ચૂંટાયેલા કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા પીરમહંમદ મકરાણી, મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનરો કિરણસિંહ રાણા અને વિશાલ પટેલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. સભા દરમિયાન વાપી શહેરના વિકાસ અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો અંગે ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મનપાના દરેક વોર્ડમાં મુખ્યમંત્રી મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના હેઠળની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેનો પાયલોટ પ્રોજેક્ટ સુલપદ થી શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ વિકાસકાર્યો માટે જરૂરી ખર્ચ કરવા તેમજ કરાર કરવાની સત્તાને મંજૂરી, વાપી ય્બ્ગ્/ય્શ્ગ્ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગેનો નિર્ણય, તેમજ વાપી શહેરી બસ સેવા માટે લ્ભ્સ્ના રિવાઈઝ્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને શેર કેપિટલને બહાલી આપવામાં આવી હતી. સાથે જ શહેરની સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સફાઈ કામદારોની લાંબા ગાળાની નિમણૂકને પણ બહાલી આપવામાં આવી હતી. સભામાં લેવાયેલા આ નિર્ણયો શહેરના સુવ્યવસ્થિત વિકાસ, ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ નાગરિકલક્ષી સુવિધાઓના વિસ્તરણની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં જ આવી રહ્ના છે. આગામી સમયમાં આ વિકાસકાર્યોના અમલીકરણથી વાપી શહેરના માળખાકીય વિકાસને વધુ વેગ મળવાની શક્યતા છે.
