Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

ગુંદલાવથી વોન્ટેડ આરોપીને તલસાર સાથે ઝડપાયો

ગુંદલાવથી વોન્ટેડ આરોપીને તલસાર સાથે ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ ઍક મહિના અગાઉ કુંડી હાઇવે પર આવેલી શિવ શક્તિ મહાદેવ હોટલ માં કામ કરતા ઈસમે મને મેનેજર સાથે  ઝઘડો કરતા વચ્ચે પડેલા હોટલ માલિક  પર તલવાર કાઢી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર ઇસમને ડુંગરી  પોલીસે ગુંદલાવ ગામેથી   ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે.

વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંડી ઓવરબ્રિજ પાસેની શિવશક્તિ મહાદેવ હોટલમાં કામ કરતા ભરતકુમાર ગણેશરામ પુરોહિત સાથે બાઇકની ચાવી બાબતે હોટલના મેનેજર સાથે તા. ૦૧ /૦૯/૨૦૨૬ ના રોજ  બોલાચાલી થઈ હતી. 

આ દરમિયાન હોટલ માલિક પ્રદિપસિંહ કરણસિંહ ઠાકોરે ભરતકુમારને હોટલમાંથી નીકળી જવા જણાવ્યું હતું. તેની અદાવત રાખી ભરતકુમારે પોતાની બેગમાંથી તલવાર કાઢી જાનથી મારી નાખવાના ઇરાદે પ્રદિપસિંહના ગળાના ભાગે ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે ડુંગરી પોલીસ સ્ટેશનમા ગુનો નોંધવામાં આવ્યો હતો. 

 વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ઍ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ ડુંગરી પી.આઈ. યુ.ઍચ. પટેલ અને સ્ટાફ આરોપીની શોધખોળમાં હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્નામન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચાલી રહી હતી ત્યારે ઍ.ઍસ.આઈ.ને મળેલી બાતમીના પગલે આરોપીને વલસાડના  ગુંદલાવ ગામે નહેર પાસેથી  આરોપી  ભરતકુમાર ગણેશરામ  પુરોહિત ઉં.વ. ૩૯ રહે. મેરમાંડવાડા, પુરોહિત, રાજસ્થાન  દબોચી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી ભરત  પુરોહિત  પાસેથી તલવાર પણ કબજે લેવામાં આવી હતી. જે ઘટના અંગે ડુંગરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.