Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

વાપીમાં પ ઈસમો સામે ગુનો દાખલ, ૩ ફરાર

વાપીમાં પ ઈસમો સામે ગુનો દાખલ, ૩ ફરાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવી સુરતના ચાર સહિત પાંચ શખ્સોઍ આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરત ફરતી વખતે વધુ પડતા નશાના કારણે યુવતીની તબિયત લથડતા વાપીની હોસ્પિટલમાં લઈ જતાં ભાંડો ફૂટ્યો હતો. 

ડુંગરા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.  જયારે ૩ ઈસમો ફરાર છે.

સુરતના ફૈઝાન મુલતાની, ફરીદ વાહીદ કોઠીયાવાલા, સલમાન, વસીમ અને વડોદરાનો શકફાન ઝફર શેખ કાર મારફતે મુંબઈ ગયા હતા. પાંચેય મિત્રો હોટલમાં રોકાયા હતા. બાદમાં વડોદરાની ૨૦ વર્ષીય પરિચિત યુવતીને હોટલમાં બોલાવી હતી. 

તે દરમિયાન યુવતીને દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવી કામાવાસનામાં ચકચૂર બની શારીરિક અડપલા કર્યા હતા. યુવતીના હોઠ પર બચકું ભરી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મુંબઈથી પરત જતી વેળા નશાને કારણે યુવતીની તબિયત લથડતા પાંચેય ગભરાયા હતા અને છરવાડા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ડોક્ટરને શંકા જતા પોલીસને જાણ કરી હતી.