ગોવાડામાં સોનાના દાગીનાની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ ગોવાડા ગામમાં ગણપતિ વિસર્જનમાં ગયેલા દંપતીના ઘરમાં સોનાના દાગીનાની ઘરફોડ ચોરી થવા મામલે ઉમરગામ પોલીસે આરોપીને પકડી રૂ.૩,૧૮,૦૮૦ નો મુદ્દામાલ રીકવર કર્યો છે.
ફરિયાદી વિનોદભાઈ ચીનુભાઈ દુબળાઍ ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો. પો.ઈન્સ. ઍચ.ડી.તુવરના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ ઍનાલીસીસ અને હ્નામન સોર્સીસના આધારે તપાસ કરતા આરોપી સાગર રાજેશભાઈ પટેલ (ઉં.૨૮, રહે. દેહરી, પત્રાગઢ, તા.ઉમરગામ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૩૦.૮૭૦ ગ્રામ સોનાનું મંગલસૂત્ર કિં. રૂ.૧,૯૧,૦૮૦ અને ૦૨ ગ્રામ સોનાની વીંટી કિં. રૂ.૭,૦૦૦ મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે.
