વલસાડની દિકરીનું ગરબાની આગવી પરંપરાના જતન માટે સન્માન
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય વિભાગ હસ્તકના માય ભારત (પ્ક્ક ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દ) દ્વારા સુરતના આંગણે આયોજિત શેરી ગરબા, ભાતીગળ ગરબા, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં વલસાડના દિક્ષીત મોહલ્લામાં હનુમાન શેરી ખાતે રહેતી અને સેન્ટ જોસેફ ઈ.ટી. હાઈસ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતી દૃષ્ટિ ભાનુશાલીઍ ભાતીગળ ગરબાની આગવી પરંપરાને જાળવી રાખવા બદલ રાષ્ટ્રીય સન્માન પ્રા કરી વલસાડનું ગૌરવ વધાર્યુ છે.સુરત ખાતે યોજાયેલા આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં સુરતના સાંસદ, ધારાસભ્ય, મેયર, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દિલ્હીના પ્રભારી સહિત અનેક મહાનુભાવોના હસ્તે દૃષ્ટિ ભાનુશાલીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સન્માન બદલ શાળા પરિવારે પણ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી હતી.
દૃષ્ટિઍ ખૂબ નાની ઉંમરથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પોતાની કલાનું સુંદર પ્રદર્શન કરી વલસાડ અને ગુજરાતનું નામ રોશન કરતી આવી છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગરબાનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. જે ફોટો વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ઉપર પણ અપલોડ કર્યો હતો.
આ ગૌરવપૂર્ણ સન્માન બદલ માય ભારત, કલાગુરુ ચિંતન સતીશ વશી, ગીતાંજલિ ઇટાલિયા તથા ગૌરવભાઈ સહિત સમગ્ર ટીમે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.
