સરીગામમાં જાહેરમાં ધુમ્રપાન અને ગુટખા વેચતાં ૩૦ દંડાયા
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં આરોગ્ય ખાતાની ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ દરમ્યાન ૨૭ દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર ૦૩ મળીને કુલ ૩૦ લોકો પાસે કુલ રૂપિયા ૬૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા ઉમરગામ તાલુકાના સરીગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી,
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર અને જાહેરમાં ધુમ્રપાન કરનાર કુલ ૩૦ કેસ અને રૂપિયા ૬૦૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર -તિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર -તિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર -તિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાલાને ચેતવણી આપવામાં આવી તેઓને ઙ્કતમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર -તિબંધ છે.ઙ્ખ આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર -તિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે. સિંહ અને ઍપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ,પોલીસ વિભાગમાંથી પી.સી. ભાવેશ ઍસ. ગોહિલ અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર ઍસ.ઝેડ.બાગુલ,સોશિયલ વર્કર ઍ.ઍ.પટેલ અને ઍમ.પી.ઍચ.ઍસ. ઉર્વેશ પટેલ હાજર રહી સફળતાપુર્વક કામગીરી કરવામાં આવી હતી.
