Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

હવે દમણથી ૩ દિવસ હવાઈ સેવા

હવે દમણથી ૩ દિવસ હવાઈ સેવા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૯ ઃ  રવિવારના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા ૨ મિત્રો સૌરભ વિશ્વકર્મા અને ઉમેશ સિંહ દમણ ફરવા અર્થે આવ્યા હતા, જે બાદ તેઓ દારૂનો નશો કરી નાની દમણ સી-ફેસ જેટી દરિયા કિનારે બેઠા હતા. આ દરમ્યાન નશાની હાલતમાં ઉમેશ દરિયા કિનારે રેતીમાં સુઈ ગયો હતો, જ્યારે સૌરભ પોતાના કપડાં કાઢી દરિયામાં નાહ્વા માટે ગયો હતો. નાહતી વખતે સૌરભ દરિયાના પાણીમાં દૂર સુધી અંદર ખેંચાઈ જતાં તે ડૂબવા લાગ્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર ઍક વ્યક્તિઍ તાત્કાલિક દમણ પોલીસને જાણ કરી હતી, જેથી બનાવની જાણકારી મળતા જ પોલીસે દમણ ફાયર વિભાગ અને ઍમ્બ્યુલન્સને જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમે ઘટનાસ્થળ પર આવી યુવાનની શોધખોળ શરૂ કરી હતી, સાથે જ કિનારે સુતેલા તેના મિત્ર ઉમેશને જગાડી પુછપરછ કરી હતી. જો કે, નશામાં ધૂત ઉમેશને સૌરભ અંગે કંઈ જ ખબર ન હોવાનું તેણે જણાવ્યું હતું. ફાયર વિભાગના જવાનોઍ દરિયામાં ડૂબેલા સૌરભની સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ મોડી સાંજ સુધી અને બીજા દિવસે સોમવારે પણ ચાલેલી શોધખોળમાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે મંગળવારના રોજ સવારે ડૂબેલા સૌરભની લાશ નજીકના કિનારેથી મળી આવતા, પોલીસે લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી છે અને આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.