Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

વલસાડના ગણેશ મંદિરમાં ભક્તો ઉમટયા

વલસાડના ગણેશ મંદિરમાં ભક્તો ઉમટયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ આજે વર્ષ ૨૦૨૬  નું અંતિમ  ઁઅંગારકી સંકષ્ટ ચતુર્થીઁ હોવાથી વલસાડ શહેર અને જિલ્લાના ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્ના છે. ખાસ કરીને વલસાડના જાણીતા પૌરાણિક ગણેશ મંદિર માં  દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી.અંગારકી ચોથના વિશેષ અવસરે મંદિર -શાસન દ્વારા ગણપતિ દાદાને આકર્ષક ફૂલો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. મંગળવારે આવતી આ ચોથનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ હોવાથી ભક્તોઍ વહેલી સવારની મંગળા આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંદિરમાં હોમ-હવન અને વિશેષ અભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.?લોકવાયકા મુજબ, અંગારકી ચોથના દિવસે વલસાડના આ -ાચીન ગણેશ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. મોડી રાત સુધી અહીં ભક્તોની ભીડ રહેવાની શક્યતા છે. ચંદ્રદર્શન અને અર્ઘ્ય આપ્યા બાદ ભક્તો પોતાના ઉપવાસ પૂર્ણ કરશે. ?ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિરની આસપાસ સુરક્ષા અને ટ્રાફિકના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. ભક્તો માટે પીવાના પાણી અને દર્શન માટે વ્યવસ્થિત લાઈનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.